ભાવનગર

સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરે સામૂહિક શિવ આરાધના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાતા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે
ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરમાં સામૂહિક શિવ આરાધના કરવામાં આવી રહી છે. જશોનાથ મહાદેવના
મંદિરમાં સતત ૭૨ કલાકનો અખંડ શિવમંત્રના જાપ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો
જોડાઈ રહ્યા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વના આ પવિત્ર માહોલ સાથે જોડાયેલી આ આરાધનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ,
શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાથી ગુંજી ઉઠ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની સંસ્કૃતિ, શ્રદ્ધા, સ્વાભિમાન અને પુનર્નિર્માણના સંકલ્પનું પ્રતીક છે.
ભાવનગર વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ આજે સાંજે ૬ વાગ્યે ભાવનગર શહેરના પ્રાચીન
અને આસ્થાના કેન્દ્ર જશોનાથ મહાદેવ મંદિરે સામૂહિક શિવ આરાધના કાર્યક્રમમાં જોડાશે.

Related Posts