રાષ્ટ્રીય

ન્યુ મેક્સિકોમાં લા’ક્રુસેસના એક પાર્કમાં માસ ફાયરીંગ; ઓછામાં ઓછા ૩ના મોત, ૧૨થી વધુ લોકો ઘાયલ

અમેરિકાનાં દક્ષિણનાં રાજ્ય ન્યૂ મેક્સિકોનાં લા‘ક્રુએસ શહેરનાં યંગપાર્કમાં રતન સમયે એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને લાસ ક્રુસેસની ત્રણ સ્થાનિક હોસ્પિટલો અને અલ પાસોની યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (પ્રાદેશિક ટ્રોમા સેન્ટર)માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મેમોરિયલ મેડિકલ સેન્ટરના પ્રવક્તા એન્ડ્ર્યુ કમિન્સના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી છને એમ્બ્યુલન્સ અને ખાનગી કાર દ્વારા લાસ ક્રુસેસના મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને અલ પાસો લઈ જવામાં આવ્યા હતા.

ફાયરીંગની આ ઘટના બાદ રાત્રે ૧૦ વાગે પોલીસ અને ફાયર બ્રિગેડ શહેરના ‘યંગ પાર્ક’ પર પહોંચી હતી. પાર્કમાં કાર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ ૨૦૦ લોકો એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે આ કાર શો માટે પરવાનગી લેવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે પીડિતોને પહેલા ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી અને પછી તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. લાસ ક્રુસેસ પોલીસ ચીફ જેરેમી સ્ટોરીએ જણાવ્યું હતું કે પાર્કના મોટા ભાગમાં ૫૦ થી ૬૦ શેલ કેસીંગ્સ પથરાયેલા જાેવા મળ્યા હતા, જે દર્શાવે છે કે બહુવિધ લોકોએ અનેક હથિયારોથી ફાયરિંગ કર્યું હતું.

આ ઘટના બાબતે લાસ ક્રુસેસ પોલીસે ફેસબુક પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે યંગ પાર્કમાં ગોળીબારના સમાચાર મળતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. દરમિયાન, પાર્કની આસપાસનો વિસ્તાર વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લાસ ક્રુસેસ શહેર ચિહુઆહુઆન રણની ધાર પર અને રિયો ગ્રાન્ડે નદીની નજીક આવેલું છે. તે યુએસ-મેક્સિકો બોર્ડરથી લગભગ ૬૬ કિલોમીટર ઉત્તરમાં છે.

લાસ ક્રુસેસ સિટી કાઉન્સિલર અને મેયર પ્રો ટેમ જાેહાન્ના બેનકોમોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમારા શહેરમાં આવી ઘટનાઓ બનશે. પરંતુ હવે આ ડરામણું સત્ય બની ગયું છે. દરેક ક્ષણે આવી દુર્ઘટના થવાની સંભાવના છે, અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તે ન બને.
પોલીસ ઘટનાની તપાસમાં લાગી
લાસ ક્રુસેસ પોલીસની સાથે ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસ, ડોના અના કાઉન્ટી શેરિફ ઓફિસ, એફબીઆઈ અને એટીએફ એજન્સી આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પાર્કની આસપાસનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે લોકોને અપીલ કરી છે કે જાે તેમની પાસે આ ઘટના સંબંધિત કોઈ માહિતી હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરીને જણાવો.

Follow Me:

Related Posts