રાષ્ટ્રીય

પાકિસ્તાની સેનાના પ્લેન લેન્ડીંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગ; લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ

પાકિસ્તાનના લાહોરમાં સેનાના વિમાનના લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા એરપોર્ટનો કબ્જાે લઇ લેવામાં આવ્યો છે. એકાએક લાગેલી આગને પગલે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે.
પાકિસ્તાન આર્મીના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયરમાં આગ લાગી જતાં લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ હતી. બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા અને રનવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન આર્મીનું એક વિમાન લાહોર એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. આ દરમિયાન ટાયરમાં આગ લાગી ગઈ. આગને કાબુમાં લેવા માટે ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રનવેને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ મેળવી લીધું છે. લાહોર એરપોર્ટે સૂચનાઓ જારી કરી છે કે આગામી આદેશો સુધી કોઈ પણ ફ્લાઇટ ઉડાન ભરશે નહીં અને જે ફ્લાઇટ્સ લેન્ડ થવાની હતી તેમને પણ તેમનો રૂટ બદલીને બીજી જગ્યાએ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાેકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે વિમાનના પૈડામાં આગ કેવી રીતે લાગી. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. પાકિસ્તાનના લાહોરના અલ્લામા ઇકબાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવી ઘટના પહેલીવાર બની નથી. ગયા વર્ષે, ૯ મે, ૨૦૨૩ ના રોજ, એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટરની છતમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ ઘટનાથી સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ અને મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
આ આગ નો બનાવ માત્ર એરપોર્ટ જ નહીં, પાકિસ્તાનનો ઉડ્ડયન સલામતી રેકોર્ડ પણ ઘણા પ્રશ્નો ઉભા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા અકસ્માતો થયા છે.

Related Posts