ખેડાનાં વરસોલા પાસે એક પેપર મીલમાં ભીષણ આગની ઘટના

રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. ભીષણ આગથી ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને ફાયર વિભાગની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જાે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે.
ખેડા જીલ્લાનાં વરસોલા પાસે આવેલ શ્રી નારાયણ પેપરમીલનાં ખુલ્લા કંપાઉન્ડમાં પડેલ પેપરનાં રો મટીરીલસમાં અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુનાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું આગ એટલી ભીષણ હતી કે જાેત જાેતામાં સમગ્ર કંપાઉન્ડમાં પડેલ કાગળનાં રો મટીરીયલમાં પ્રસરી જતા વિકરાળ આગ સર્જાવા પામી હતી.
પેપર મીલમાં લાગેલ આગ કાબુમાં ન આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ નડિયાદ ફાયર બ્રિગ્રેડનાં ત્રણ વોટર બ્રાઉઝર, આણંદ, ખેડા, મહેમદાવાદ તેમજ અસલાલીથી પર ફાયર ફાઈટરની ટીમો રવાનાં થઈ હતી. આગ લાગવાનાં કારણે પેપરનાં રો મટીરીયલ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતાઓ છે. અંતે કલાકો ની ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
Recent Comments