અમદાવાદમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં ૯માં માળે એક મકાનમાં આગ લાગવાણી ઘટના બની હતી જે બાદ આખા બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું અને રહીશોનું રેસ્ક્યું કરવામાં આયુ હતું.
આ આગ ના બનાવ મામલે સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, એસીમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. જાેકે, ધુમાડા દેખાતા ફ્લેટના તમામ સભ્યો સમય સૂચકતા વાપરી તાત્કાલિક નીચે ઉતરી ગયા હતાં, જેના કારણે કોઈ જાનહાનિ થતા ટળી હતી. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં પૂર્વી ટાવરમાં ભીષણ આગની ઘટના

Recent Comments