ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં ૩૪ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં ૩૪ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતના વાંધાજનક દસ્તાવેજાે મળી આવ્યા છે અને આ દસ્તાવેજાેની ચકાસણી અને સર્ચ બાદ કરોડોના બિનહિસાબી વ્યવહારો અને કરોડોની કરચોરી શોધી કાઢવામાં આવે તેવી શક્યતા છે. પોલીસ અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આવકવેરા વિભાગના ૧૭૦ જેટલા અધિકારીઓએ શુક્રવાર સવારથી અમદાવાદ અને અન્ય શહેરોમાં ૨૫ સ્થળો સહિત કુલ ૩૪ જગ્યાઓ પર હાથ ધરાયેલા મેગા સર્ચ ઓપરેશનમાં ભાગ લીધો છે અને હાલમાં સઘન તપાસ ચાલી રહી છે. ૩૪ જગ્યાએ ચાલી રહ્યું છે.
આવકવેરા વિભાગે મોરબીમાં રાજકીય કનેક્શન ધરાવતા સિરામિક ઉદ્યોગ તિરતક ગ્રુપ અને સોહમ પેપર મિલ પર પણ સર્ચ હાથ ધર્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા આ ત્રણ જૂથના માલિકો મૂળ મહેસાણાના રહેવાસી છે અને અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં મોટા પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. આવકવેરા વિભાગ અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાણીતા બિલ્ડર અને રોડ કોન્ટ્રાક્ટર મહેન્દ્ર પટેલ ગ્રૂપની ઓફિસ અને બાંધકામ સ્થળ તેમજ રાધેય ગ્રૂપ અને ધરતી સાકેત ગ્રૂપના વિવિધ પરિસરમાં સર્ચ કરી રહ્યું છે.
રાજકારણીના જમાઈ સામેના સર્ચ ઓપરેશનથી રાજકીય પક્ષોમાં પણ ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન મોટા પાયે દરોડા પાડ્યા હતા અને થોડા જ દિવસોમાં કરચોરી કરનારાઓ પર મેગા ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપની હેડ ઓફિસ મહેસાણામાં છે અને અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર સહિત અનેક જગ્યાએ તેમની ઓફિસો અને રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રોગન ગ્રૂપની મોટી ઓફિસ છે અને કરોડો રૂપિયાની બિઝનેસ સ્કીમ્સ અમલમાં છે. નવા રાણીપ સહિત શહેરમાં અન્ય સ્થળોએ ટ્રોગન ગૃપની યોજનાઓ અમલમાં હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગ આ તમામ સ્થળો પર સર્ચ કરી રહ્યું છે. આ જૂથ મોરબીના તીરતક અને પેપર મિલોને લગતા અન્ય જૂથો સાથે જાેડાયેલું છે. તેઓ આ જૂથ સાથે સાયલન્ટ પાર્ટનર તરીકે સંકળાયેલા હોવાથી ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજાે મળી આવ્યા છે અને દસ્તાવેજાેની તપાસ બાદ કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની આશંકા છે.
Recent Comments