અમરેલી

ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન – 2025/26 માં શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીની કૃતિ પ્રથમ નંબરે

છેવાડાની શાળાના બાળકોએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં અગ્રેસર રહી શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલી  તથા ગામનું ગૌરવ વધાર્યું.

મોડેલ સ્કૂલ – જાફરાબાદ ખાતે યોજાયેલ જાફરાબાદ તાલુકાના તાલુકા કક્ષાના ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં જાફરાબાદ તાલુકાના જુદા જુદા પાંચ ક્લસ્ટરની પાંચેય વિભાગોમાં થઈને કુલ 25 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. જેમાં લુણસાપુર ક્લસ્ટરની પ્રથમ પાંચ કૃતિઓ પૈકી ક્લસ્ટર કક્ષાના ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક સાથે શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીની ત્રણ કૃતિઓના બાળ વૈજ્ઞાનિકોએ લુણસાપુર ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં  વિભાગ નંબર :- 3 માં શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીની કૃતિ Renewable energy source તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબરે આવી છે. આ કૃતિની બંને બાળાઓ ગુજરિયા હિનાબેન બિજલભાઈ તથા ભાલિયા પૂજાબેન રવજીભાઈ આગામી સમયમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા માટે જિલ્લા કક્ષાએ (અમરેલી) જશે. તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા શાળામાં આનંદનું વાતાવરણ છવાયું હતું તથા શાળા પરિવાર દ્વારા કૃતિ રજૂ કરનાર બંને બાળાઓ તથા તેમને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક શ્રી લખનભાઇ જાની તથા અજયભાઈ વાંઝાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts