MD વરુણકુમારના અધ્યક્ષ સ્થાને PGVCLને લગત પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઇ
આજ રોજ પી.જી.વી.સી.એલ. સર્કલ કચેરી, અમરેલી ખાતે મેનેજીંગ ડિરેક્ટર શ્રી વરુણકુમારના અધ્યક્ષ સ્થાને PGVCL ને લગત પડતર પ્રશ્નો અંગે અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ તેમના વિસ્તારના PGVCL ને લગત વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
સાથે સાથે જિલ્લામાં ઘટતા મટીરીયલ, પેન્ડિંગ ખેતીવાડી કનેકશનો અને ગ્રાહક ફરિયાદ નિવારણને સંબંધિત તમામ વિગતે પરામર્શ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલિયા, નગર પાલીકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી સંજયભાઈ રામાણી, પી.જી.વી.સી.એલ. અમરેલી વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી બી.કે.દવે, કાર્યપાલક ઇજનેર શ્રી એચ.એચ.સોની અને શ્રી માણાવદરિયા તથા તમામ ડેપ્યુટી ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments