ચાપરડા ના ક્રાંતિકારી તેમજ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ધારી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ધારી ના ASP રાજવિર ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ચલાળા ગાયત્રી પરિવાર ના ટ્રસ્ટી પૂજ્ય રતિદાદા, ગાયત્રી ફાઉન્ડેશનના હિતેશભાઈ જોશી, અમરેલી જિલ્લા ભાજપ બક્ષી મોરચા ના મહામંત્રી સુરેશ ગમારા, પ્રિન્સિપાલ એમ.બી. બારડ, પી.ડી. પટાટ, તાલુકા પંચાયત સદસ્ય અનવરભાઈ લલિયા, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ, જોશી, જીતુભાઈ શેલડીયા ભાજપ અગ્રણી, ભજન ગ્રુપના પરેશભાઈ પટણી, અગ્રણી કેતનભાઇ સોની, અમરેલી એક્સપ્રેસ મિલાપભાઈ રૂપારેલ, અમરેલી સંદેશ ના પત્રકાર યોગેશ કવિશ્વર, ધારી પત્રકાર નિકુંજ મહેતા, રહીમ ચાવડા સહિતના હાજર રહેલ. કેમ્પ દરમિયાન બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ. આ કેમ્પમાં જુનાગઢ થી હેપ્પી માઇન્ડ હોસ્પિટલ ના ડો. મોહિત જોશી ખાસ ઉપસ્થિત રહી સેવા આપેલ તથા ચાપરડા જય અંબે હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ હાજર રહી સેવા આપેલ. આ કેમ્પનું આયોજન ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે, કેતનભાઇ સોની, હિતેશભાઈ જોશી તેમજ આર.એ. આર. ફાઉન્ડેશન રીબડા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન જીગા બાબા ગૌસ્વામી એ કરેલ.
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખપૂ. મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ધારી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

Recent Comments