વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત થનાર સૌરાષ્ટ્ર–કચ્છ
ઝોનની એક્ઝિબિશનમાં ભાવનગર જિલ્લાનાં લાભાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, સ્વરોજગાર એકમો તથા અન્ય
હિતધારકોની સક્રિય અને સુવ્યવસ્થિત ભાગીદારી સુનિશ્ચિત કરવા બાબતે ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ
કુમાર બંસલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ રાજકોટ ખાતે આયોજિત થનારી (સૌરાષ્ટ્ર અને કચ્છ સંયુક્ત)
વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ એક્ઝિબિશનની મહત્વતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું
હતું કે, આ એક્ઝિબિશન જિલ્લાનાં ઉદ્યોગસાહસિકો, સ્વરોજગાર એકમો અને વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે
પોતાના ઉત્પાદનો, સેવાઓ અને નવીન પ્રયાસોને વિશાળ મંચ પર રજૂ કરવાનો ઉત્તમ અવસર પૂરું પાડે છે.
બેઠકમાં એક્ઝિબિશનમાં ભાગ લેનાર લાભાર્થીઓ, ઉદ્યોગસાહસિકો તથા સ્વરોજગાર એકમોને રાજકોટ લઈ
જવા માટે જરૂરી વાહન વ્યવસ્થા, સમયપત્રક, વિભાગવાર આયોજન, સ્ટોલ વ્યવસ્થા, સંકલન તથા અન્ય લોજિસ્ટિક
બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ વચ્ચે પરસ્પર સંકલન સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ
આપવામાં આવી હતી.
બેઠકના અંતે જિલ્લા કલેકટરશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત રાજકોટ
એક્ઝિબિશનમાં ભાવનગર જિલ્લાની પ્રતિષ્ઠા ઉન્નત થાય તેવી સક્રિય, અસરકારક અને સુવ્યવસ્થિત ભાગીદારી
સુનિશ્ચિત કરવા સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.ગોવાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી
સતીશભાઈ ભાટીયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ, આગેવાનો તથા અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા
હતા.
વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ અંતર્ગત રાજકોટ એક્ઝિબિશનમાં ભાવનગર જિલ્લાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા બેઠક યોજાઈ
















Recent Comments