સાવરકુંડલા ઉધોગ એસોસીએશનના સભ્યો અને સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા સાથે સાવરકુંડલા તાલુકાના એમ.એસ.એમ.ઈ. ઉધોગના વિકાસ માટેના વીવીધ મુદાઓ અને વિકાસ માટે બાબત ચર્ચા કરવામાં આવી હતી.સાવરકુંડલા તાલુકાના ઉદ્યોગોને મોડલ એપુઅલ આપવા માટે, લાઈસન્સમા નોમીનીની નીમણુક કરવા માટે, સ્વદેશી વજન કાટાનું પ્રભુત્વ વધારવા માટે, સરળ લાઈસન્સ રીન્યુઅલ પ્રોસેસ માટે વગેરે મુદાઓની ચર્ચા કરવા ભાવનગર મુકામે સરકીટ હાઉસમા કેબીનેટ મીનીસ્ટર નીમુબેન બાંભણીયા તથા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સાથે એક અગત્યની મીટીંગ યોજાઈ હતી. આ તકે સાવરકુંડલા ઉધોગ એસોસીએસન તરફથી પ્રમુખ કેતનભાઈ ત્રિવેદીના અદ્યક્ષ સ્થાને એક ચાર સભ્યનું ડેલીગેશન ભાવનગર મુકામે
યોજાયેલ બેઠકમાં હાજર રહ્યું હતું.સાવરકુંડલા વિસ્તારના ઉદ્યોગોના સર્વાંગી વિકાસને લઈને અગત્યના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની સાથે એમ.એસ.એમ.ઈ. ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નો તથા સાવરકુંડલાની પરંપરાગત ઓળખ બનેલા ત્રાજવા, સ્કેલ મેન્યુફેક્ચર ઉદ્યોગની હાલની પરિસ્થિતિ, પડકારો અને ઉપલબ્ધ તકો વિશે વિચાર વિમર્શ કર્યો હતા. આ મુલાકાત દરમિયાન નાના ઉદ્યોગકારો સમક્ષ ઊભી થયેલી વિવિધ સમસ્યાઓના રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગકારોની સંવેદનશીલતા અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી અને સમસ્યાઓન ઝડપી નિકાલના આશ્વાસન આપ્યા હતા. સાવરકુંડલાના નાના ઉદ્યોગકારો તથા વેપારીઓ, ઉદ્યોગ એસોસિએશને પ્રયાસોથી નાના ઉદ્યોગોને નવું જોમ તથા હુંફ મળી છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


















Recent Comments