અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે યોજાયો મેગા હેલ્થ કેમ્પ અગિયાર ગામના લોકોએ લીધો લાભ 

આજ રોજ તા. 21/12/2025ના રોજ અંબુજા ફાઉન્ડેશન પી યુ 38 ની ટીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા અને એસ ઓ એસ હોસ્પિટલ આસરાણા સટાફ સાથે મળીને અને ગાધકડા ગામે આરોગ્ય કેમ્પ નું આયોજન કરેલ. જેમાં એસ ઓ એસ હોસ્પિટલમાંથી ડો. યસ પટેલ  ઓથોપેટીક વિભાગ દ્રારા 65 દર્દીની ઓ પી ડી,ડો.યોગેશ કાતરીયા મેડીસીન વિભાગ 54 દર્દી ની ઓ પી ડી , ડો.સંદીપ સોલંકી સર્જીકલ વિભાગ 44 દર્દી ની ઓ પી ડી , ડો. કિરણ હડિયા ગાયનેક વિભાગ 85 દર્દી ની ઓ પી ડી, ડો.જીજ્ઞાશા વાઘ ડેન્ટલ વિભાગ 22 દર્દી ની ઓ પી ડી ,ડો  હિના મકવાણા કસરત વિભાગ 19 દર્દી ની ઓ પી ડી કરવામાં આવી તેમજ નર્સ સટાફ હાજર રહેલ તમેજ અંબુજા ફાઉન્ડેશન માંથી મહેશભાઈ છોટાળા અને પી યુ 38 ટીમ  સટાફ હાજર રહેલ. આ કેમ્પ માં ભમ્મર, મેરિયાણા, છાપરી, નવાગામ, વિજપડી, મઢડા, ડેડકડી, ભોકરવા, ગાધકડા, દાધિયા અને હડિડા ગામના દર્દીઓ એ લાભ લીધો.

    ડો. આશિષ લાખાણી, ઉમેદભાઈ ચાંદુ  સુપરવાઈજર,તથા ગાધકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર સ્ટાફ હાજર રહીને ખુબ સારી સેવા આપેલ.ખાસ હેલ્થ કેમ્પ માં પગ અને શરીર ના દુખાવા,ડાયાબિટીસ, બી પી, થાયરોઇડ, શરદી તાવ, સ્ત્રીઓ લગતા રોગો નિદાન, દાંત ને લગતી સારવાર અને સામાન્ય બીમારી ની સારવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા ટીમ દ્રારા દવા ની વ્યવસ્થા કરેલ.

  આરોગ્ય કેમ્પ 289 દર્દી એ લાભ લેવા માટે આવ્યા. આ કેમ્પ ને સફળ બનાવવા અંબુજા ફાઉન્ડેશન ના સટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી ઉમેદભાઈ, એસ ઓ એસ હોસ્પિટલ માંથી જયેશભાઇ, ગામના મહિલા સરપંચશ્રી પાયલબેન કલાણીયા તેમજ લીડ ખેડૂત કાંતિભાઈ ઠુંમર અને આગેવાનો ખુબ સારો સહકાર આપી આરોગ્ય કેમ્પ સફળ બનાવેલ. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Related Posts