ગુજરાત

જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા; 2 કલાકમાં 8 ઈંચ વરસાદ 

જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ તારાજી સરજી છે, મેંદરડામાં સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે. ધોધમાર વરસાદ વરસતા નદી- નાળા તો છલકાયા જ છે. પરંતુ રસ્તાઓ પર નદીઓ વહેલી થઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સ્થિતિ વિકટ બની છે. મેંદરડાથી પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ભારે વરસાદને પગલે મેંદરડા અને ગીરકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સ્થાનિક નદી-નાળા છલકાયા છે. તો ભારે વરસાદને પગલે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.અનેક ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને પણ મોટાપાયે નુકસાન પહોચ્યું છે.

Related Posts