યુવતી ઓમાં માસિક સ્વચ્છતા અભિયાન.

સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત પન્ના નાયક ફ્રી પૅડ પ્રોજેક્ટ દ્વારા માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિર અને નિઃશૂલ્ક પેડ વિતરણ કરવામાં આવ્યું.સાવરકુંડલા તાલુકાના 79 ગામોમાં ત્રણ હજાર યુવતીઓને 60 હજાર પેડ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ અંતર્ગત પન્નાબેન નાયક તથા નટવરભાઈ ગાંધીના સહયોગથી સાવરકુંડલા શહેર અને તાલુકાના 79 ગામો તેમજ સાવરકુંડલા આસપાસના વિસ્તારોની દિકરી ઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યુંછે.
પન્ના નાયક ફ્રી પૅડ પ્રોજેક્ટ હેઠળ સાવરકુંડલા તેમજ આજુબાજુની શાળાઓ તથા કોલેજોમાં અભ્યાસ કરતી દિકરીઓને નિ:શૂલ્ક પેડ વિતરણ કરવામાં આવે છે માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિરમાં આશરે ત્રણ હજાર દિકરીઓએ ભાગ લીધો હતો અને તેમાં 60 હજાર પેડનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું છે આ શિબિરોનો મુખ્ય હેતુ દિકરીઓમાં માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી, તેમના આરોગ્યનું રક્ષણ કરવું અને તેમને આત્મવિશ્વાસ તથા સશક્તિકરણ તરફ પ્રેરિત કરવાનું છે.સાવરકુંડલા વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મહિલા ડોકટરો દ્વારા આ શિબિરો દરમિયાન વિવિધ શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ પ્રવચનો આપવામાં આવે છે આ પ્રવચનોમાં માસિક ચક્ર દરમિયાન જળવાયેલી સ્વચ્છતા, યોગ્ય ઉપયોગ અને નિવારણના ઉપાયો તથા આ વિષયક મિથકો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે સાથે જ દિકરી ઓના મનમાંથી શરમ અને ભય દૂર કરીને તેમને આત્મ વિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે આ પ્રોજેક્ટ માત્ર પેડ વિતરણમાં મર્યાદિત નથી પરંતુ દિકરીઓને શારીરિક તથા માનસિક રૂપે સશક્ત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે આ સાથે તેમના ભવિષ્યને આરોગ્ય પ્રદ અને આત્મ નિર્ભર બનાવવાનો સંકલ્પ પણ સામેલ છે દરેક દિકરીને દર બે મહિને આજ પ્રકારે ફરીથી નિ:શુલ્ક પેડ વિતરણ કરવામાં આવે છે જેથી દિકરી ઓને સતત માસિક સ્વચ્છતા જાળવવામાં સહાય મળે અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકે છે વિદ્યાગુરુ ફાઉન્ડેશન ના આ નિરંતર પ્રયોગથી સમાજમાં સકારાત્મક ફેરફાર આવી રહ્યો છે જે પેઢી દર પેઢી દિકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવશે.
Recent Comments