ભાવનગર

શ્રી સતકર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ – રંઘોળા સંચાલિત માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢ ખાતે “માનસિક આરોગ્ય જનજાગૃતિ સેમિનાર” યોજાયો

આ કાર્યક્રમ રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું ગાંધીનગર અને સામાજિક કલ્યાણ ખાતું ભાવનગર આયોજિત કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થિનીઓમાં વધતા તણાવ, ચિંતા, અવસાદ અને આત્મહત્યા સંબંધિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય માર્ગદર્શન મળે, આત્મવિશ્વાસ વધે અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાય તે મુખ્ય હેતુ રહ્યો.
કાર્યક્રમની શરૂઆત છાત્રાલયની છાત્રાઓ દ્વારા શાંતિ પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ મુખ્ય વક્તાનું સ્વાગત કરીને કાર્યક્રમને ગતિ આપવામાં આવી.
મુખ્ય વક્તા – ડૉ. જયરાજ ચાંદુ (આયુષ ક્લિનિક, સોનગઢ)
ડૉ.જયરાજ ચાંદુ દ્વારા વિદ્યાર્થીનીઓને નીચેના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું:
જિંદગીનું મૂલ્ય અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અને
આત્મહત્યા નિવારણ માટે જરૂરી જાગૃતિ અને તાત્કાલિક સહાયની રીતો તણાવ, ઉદાસીનતા, ચિંતા અને એકલતાના લક્ષણો.જો મનમાં પ્રશ્નો, ભય કે ગૂંચવણ હોય તો તેને કેવી રીતે વ્યક્ત કરવી એ બાબત સમજાવી.
“મન ને મજબૂત બનાવો — પ્રશ્ન પૂછી શાંતિ મેળવો” એ સંદેશ સાથે આત્મવિશ્વાસ વધારવાના ઉપાયો બતાવ્યા.
માનસિક તકલીફ સમયે હેલ્પલાઇન 14415 અને 1800 599 1466 જેવી સહાય સેવાઓની જાણકારી
વક્તાએ છાત્રાઓને જીવનમાં પડતી મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવાની પ્રેરણા આપી અને જરૂરિયાત પડે તો મદદ લેવા સંકોચ ન રાખવાની સમજણ આપી.
છાત્રાઓએ ઉત્સાહપૂર્વક સેમિનારમાં ભાગ લીધો અને માનસિક આરોગ્ય સંબંધિત ઘણા પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું. સેમિનાર પછી વિદ્યાર્થિનીઓએ તેમના મનમાં રહેલી અનેક શંકાનો નિકાલ થયો હોવાનું જણાવ્યું.
કાર્યક્રમનું સફળ સંચાલન હંસાબેન ભોજ દ્વારા કરાયું હતું.
આ સેમિનાર સંસ્થા ના ટ્રસ્ટીશ્રી જે. એમ. રેવર, કર્મચારી ગણ, ગૃહમાતા પ્રજ્ઞાબેન અણઝારા હાજર રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખશ્રી શશીકાંતભાઈ ભોજ દ્વારા શુભેચ્છા આપી હતી.
છાત્રાઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થયો અને મુશ્કેલી સમયે યોગ્ય માર્ગદર્શન તથા સહાય મેળવવાની સમજણ વિકસાવી. ભાવિ જીવનમાં માનસિક રીતે મજબૂત બનવા આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી સાબિત થયો

Related Posts