ભાવનગર

ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજમાં “માનસિક સ્વાસ્થ્ય” વિષય

પભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે N.S.S. વિભાગ દ્વારા “માનસિક સ્વાસ્થ્ય”
વિષય પર મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના ડૉ.
ભરતભાઈ ભટ્ટે માનસિક આરોગ્ય, મનોવૈજ્ઞાનિક અભિગમથી આત્મહત્યાના મૂળ કારણો, પરિણામો અને સંભવિત
નિવારણ અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આજના યુગમાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આધુનિકતાની
સાથે માનસિક તાણ અને નકારાત્મક અભિગમ વધી રહ્યો છે હોવાનું જણાવી કહ્યું કે, આવા સમયમાં વિદ્યાર્થીઓને
ભાવાત્મક નિયમન કેવી રીતે કરવું તે અંગે પ્રાયોગિક જ્ઞાન આપીને જરૂરી માર્ગદર્શન આપવું જરૂરી છે.
આ કાર્યક્રમનું સંકલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. જિતેન્દ્ર મકવાણા અને ડૉ. ધવલકુમાર ચૌધરી દ્વારા કરવામાં
આવ્યું હતું. કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા.

ર વ્યાખ્યાન યોજાયું

Related Posts