ગુજરાત

સેવાનો સંદેશ આપ્યો:પૂર્વ કેબિનેટ મંત્રી ઉંધાડના પરિવારે 61 વિઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને દાનમાં આપી દીધી

કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં કેન્સર હોસ્પિટલ રિસર્સ સેન્ટર, કૃષિસંશોધન કેન્દ્ર વિગેરે જેવી પ્રવૃતિ હાથ ધરાનારી છે. ત્યારે આવનારા આ આયોજન માટે પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા ખોડલધામ ટ્રસ્ટને પોતાની 61 વિઘા જમીન દાનમાં આપવામાં આવી છે.

બાવકુભાઈ ઉંધાડ આમ પણ ખોડલધામ ટ્રસ્ટ અને કાગવડ ધામની સ્થાપના સમયથી જ તેમાં અગ્રીમ ભૂમીકા ભજવી રહ્યા છે. મંદિરના મુખ્ય ગેઈટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી તે સમયે જ તેમણે સેવાનો સંદેશ આપ્યો હતો. હાલમાં ખોડલધામ ટ્રસ્ટ આ રિસર્સ સેન્ટર ઉપરાંત રમત ગમત, સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ જેવા કાર્યો કરવા જઈ રહ્યું છે. કાગવડમાં ખોડલધામ ટ્રસ્ટ પાસે આસપાસની જમીન તો છે. પરંતુ હવે વધારાના પ્રોજેક્ટ માટે આસપાસની જમીન લેવી શક્ય ન હતી. કારણ કે બાજુની જમીન ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની છે.

આનો ઉકેલ ગોતી બાવકુભાઈ ઉંધાડે અમરેલી જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની સરહદે આવેલી પોતાની 61 વીઘા જમીન વન તંત્રને આપવા નિર્ણય કર્યો છે. જેની સામે આટલી જમીન ફોરેસ્ટ વિભાગ કાગવડ ખાતે બદલી આપશે. ખોડલધામ ટ્રસ્ટ વતી આ મુદ્દે ઉંધાડ પરિવારનો આભાર વ્યક્ત કરી બાવકુભાઈનું અભિવાદન પણ કરાયું હતું.

Related Posts