અમુક રાજ્યોમાં આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી; યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈહવામાન વિભાગે ફરી એક વાર મોટી આગાહી કરી છે, આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે સાથેજ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, ૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ/સવારના કલાકો દરમિયાન ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. ૩૧ જાન્યુઆરી સુધી પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો પર, ૦૧ ફેબ્રુઆરી સુધી ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, બિહાર, ઓડિશા, આસામ અને મેઘાલયના અલગ-અલગ વિસ્તારોમાં ૦૨ ફેબ્રુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થશે. આ સાથે જ લોકોને હળવી ગરમીનો અહેસાસ થશે. જાેકે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ૩૧મી જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી રહેવાની શક્યતા છે. દ્ગઝ્રઇમાં આછું ધુમ્મસ જાેવા મળશે. આ પછી ૧ ફેબ્રુઆરીથી લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જાે કે હવામાન વિભાગે હળવા ધુમ્મસની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં દિલ્હી સહિત સમગ્ર દ્ગઝ્રઇમાં થોડા દિવસો સુધી હળવા ધુમ્મસની ચાદર જાેવા મળશે. આ સાથે આગામી બે દિવસમાં લઘુત્તમ પારામાં વધારો નોંધાશે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં છઊૈં ફરી ૪૦૦ને પાર કરી ગયો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુજબ ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં નવું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, ઉદયપુર, કોટા, અજમેર, જયપુર, ભરતપુર અને બિકાનેર વિભાગના કેટલાક ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


















Recent Comments