ગુજરાત

ઠંડીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વરસી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. હાલ જે ઠંડી પડી રહી છે તેમાં ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. ૧૮ ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જાેવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.

Related Posts