અમદાવાદથી રાજ્યના પાટનગર ને જાેડથી વધુ એક નવી સેવ આજથી થશે શરૂ. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(ય્સ્ઇઝ્ર) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે. અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રોની સેવા મળવાની છે, ત્યારે આ સુવિધાનો પ્રારંભ આવતીકાલ રવિવાર એટલે કે ૨૭ એપ્રિલ, ૨૦૨૫થી થશે. જેમાં અમદાવાદના મોટેરાથી સચિવાલય અને ગિફ્ટ સિટી સ્ટેશન સુધી જવા-આવવા માટે દિવસભરમાં કુલ ૨૬ ટ્રેનની ટ્રિપ રહેશે.
ગાંધીનગરથી ઘણા બધા લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે. જેમાં હવે મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦ નવા સ્ટેશનો પરથી દોડાવાશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી જશે. આમ થવાથી અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનો વધારવામાં આવ્યા છે, ત્યારે હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. અમદાવાદથી સચિવાલય સુધીની મેટ્રો ટ્રેન શરૂ થતાં રોડ મારફતે મુસાફરી કરતાં વાહન ચાલકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાથી ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે. આ નવા રૂટ અને સ્ટેશનોને લગતી માહિતી ય્સ્ઇઝ્રએ જાહેર કરી છે. જેમાં અમદાવાદથી સચિવાલય કે ગિફ્ટ સિટી જવા માટે સવારના ૭:૨૬ વાગ્યે મોટેરા સ્ટેશનેથી પહેલી ટ્રેન મળશે, જે ૭:૫૪ વાગ્યા આસપાસ ગિફ્ટ સિટી પહોંચાડશે. જ્યારે ગાંધીનગરથી અમદાવાદ મોટેરા સ્ટેશન જવા માટે સવારના ૭:૫૭ વાગ્યે ગિફ્ટ સિટી સ્ટેશનેથી પહેલી ટ્રેન મળી રહેશે. જેમાં અમદાવાદના મોટેરાથી સચિવાલય અને ગિફ્ટ સિટી સ્ટેશન સુધી જવા-આવવા માટે દિવસભરમાં કુલ ૨૬ ટ્રેનની ટ્રિપ રહેશે.
આજથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર સચિવાલય સુધીની મેટ્રો સેવા

Recent Comments