સાવરકુંડલા તાલુકામાં તમામ મધ્યાન ભોજન યોજનાના રસોયા તેમજ મદદનીશ છેલ્લા ઘણા સમયથી પગાર ટુકડે ટુકડે નાખી રહ્યા છે સરકારની આટલી સરસ યોજના પરંતુ તેમાં કામ કરતા કર્મચારીઓને જાણે કુતરાને ટુકડો ટુકડો રોટલી નાખતા હોય તેમ પગાર નાખવામાં આવે છે છેલ્લા કેટલાય મહિનાથી પૂરો પગાર આપવામાં આવી રહ્યો નથી દિવાળી જેવા તહેવાર ઉપર આવા કર્મચારીઓને પગારથી વંચિત ન રાખવામાં આવે જેના કારણે સરકારશ્રીની યોજનાનો હેતુ સાર્થક થાય અને કર્મચારી લાગણી સભર કાર્ય કરી શકે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
મધ્યાન ભોજન યોજનાના રસોઈયા તેમજ મદદનીશ પગારથી વંચિત



















Recent Comments