અમરેલી

દામનગરના શાખપુર ગામ પાસે રખડતા પશુ સાથે બાઈક અથડાતાં પરપ્રાંતીયનું મોત

જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની હતી. દામનગરના શાખપુર ગામ પાસે રોડ પર રખડતા પશુ સાથે બાઈક અથડાતા પરપ્રાંતીય યુવકનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના માવડા ફળીયા બાવડી ગામના અને હાલ ઠાસા ગામે રહી મજૂરી કરતા લક્ષ્મણણભાઈ નવલસિંહ માવડા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઈ રાજેશભાઈ નવલસિંહ માવડા (ઉ.વ.૨૯) દક્ષિણ શાખપુર ગામના વગડિયા હનુમાનજી પાસેથી પસાર થતા હતા ત્યારે રોડ પર ખૂંટિયા સાથે અથડાયા હતા. જેના કારણે બાઈકનું સંતુલન ગુમાવતા માથું ભટકાતાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે મરણ પામ્યા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts