માઈક જાેન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા
શુક્રવારે, રિપબ્લિકન સાંસદ માઇક જાેન્સન યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, સ્પીકર બનવા માટે ૨૧૮ મતની જરૂર હોય છે. જાેન્સનને એટલા જ મત મળ્યા. ઝ્રદ્ગદ્ગ મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષમાં કોઈપણ સ્પીકરને મળેલી આ સૌથી ઓછી બહુમતી છે. જાેન્સનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ હતું. જાેકે, ટ્રમ્પના સમર્થન છતાં તેમને જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
વોટિંગની શરૂઆતમાં તેમની રિપબ્લિકન પાર્ટીના ૩ સાંસદોએ તેમને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી જાેન્સને બહુમત મેળવવા માટે ૪૫ મિનિટ સુધી લોબિંગ કર્યું. ત્યારે જ તેમને ૨ રિપબ્લિકન સાંસદોનું સમર્થન મળ્યું, જેના કારણે તેઓ બહુમતી મેળવવામાં સફળ રહ્યા. લુઇસિયાના સાંસદ માઇક જાેન્સન પણ ૨૦૨૩માં આ જ ગૃહના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જાેન્સનને અભિનંદન પાઠવ્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું-“કોંગ્રેસમાં બહુમતી મેળવવા માટે સ્પીકર માઈક જાેન્સનને અભિનંદન. માઈક એક ગ્રેટ સ્પીકર હશે, જેનાથી આપણા દેશને ઘણો ફાયદો થશે. અમેરિકન લોકોએ ૪ વર્ષ સુધી આ કોમન સેન્સ, પાવર અને લીડરશિપની રાહ જાેઈ છે”.
Recent Comments