કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રી નવ્યા દ્વારા તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનો આકસ્મિક રોડ ચેકિંગની કામગીરી દરમ્યાન બિનઅધિકૃત સાદીરેતી ખનીજના વહન અન્વયે ૦૧ ડમ્પર રોયલ્ટી પાસ વગર તથા ૦૧ ડમ્પર ઓવરલોડ વહન કરતા કુલ ૦૨ ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં નવા, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- ત્નૐ-૦૭-સ્-૮૫૫૧ માં બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડવામાં આવેલા છે. તથા પીપળજ, તા., જિ. ગાંધીનગર પાસેના પીપળજ ચેકપોસ્ટ ખાતેથી વાહન ડમ્પર નં- ય્ત્ન-૧૭-ેંેં-૭૯૪૧ માં બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. જેને જપ્ત કરી પીપળજ ચેકપોસ્ટ ખાતે સીઝ કરી મુકવામાં આવેલ.
આમ ૦૨ વાહનો મળીઆશરે કુલ ૬૦ લાખ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહન વાહનમાલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માઈન્સ સુપરવાઇઝર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા ૦૨ વાહનો મળી આશરે કુલ ૬૦ લાખ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત

Recent Comments