અમરેલી

શ્રમ-કૌશલ્ય વિકાસ અને રોજગારમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ GHCLના નિર્માણાધિન પ્લાન્ટની મુલાકાત લીધી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન શ્રમ-રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિક્ટર પોર્ટ નજીક નિર્માણ પામી રહેલા GHCLના પ્લાન્ટની મુલાકાત કરી હતી. આ મુલાકાત વેળાએ તેમણે પ્લાન્ટની પ્રોડક્શન ક્ષમતાપ્રોડક્ટ અને અન્ય બાબતોની જીણવટભરી માહિતી મેળવી હતી.

GHCLના નિર્માણાધિન પ્લાન્ટમાં દરિયાઈ પાણીમાંથી બ્રોમીન છૂટું પાડવાની કામગીરી કરવામાં આવશે ઉપરાંત મીઠુ પકવવામાં આવશે.

કેબિનેટમંત્રીશ્રીએ કંપનીના અધિકારીશ્રીઓ પાસેથી આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં ક્યા પ્રકારના કૌશલ્યવાન ઉમેદવારોની આવશ્યકતા રહે છે તેની માહિતી મેળવી હતી. પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકો જો વ્યાખ્યામાં આવતા હોય તો તેમને શ્રમિક કાર્ડ મળી રહે તેમજ ઈજારાદારની સ્થિતિમાં પૂરતું વેતન શ્રમિકોને મળે તે સુનિશ્ચિત કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ અને તેમજ સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીને સૂચન કર્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાજુલા બરાસરાઆઇ.ટી.આઇ. રાજુલાના પ્રિન્સિપાલશ્રી જાનીલાઇઝન અધિકારીશ્રી પંડ્યાશ્રમ અધિકારીશ્રી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સ્થાનિક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts