ઉર્જા અને કાયદો-ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી તાલુકાના બાબાપુર મુકામે કોમ્યુનિટી હૉલનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ રાજ્યસભાના તત્કાલિન સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાં નિર્માણ પામેલા કોમ્યુનિટી હોલની ગ્રામજનોને ભેટ આપી હતી.
હાલમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ અંતર્ગત બાબાપુર ગામના બુથ નં. ૨૪૯ના બુથ લેવલ ઓફિસરશ્રી (BLO)શ્રી જયદિપભાઈ અને બુથ નં. ૨૫૦ના ઓફિસરશ્રી (BLO) નરેશભાઈને એન્યુમરેશન ફોર્મની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ રાજ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ૯૫ – અમરેલી અને પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments