અમરેલી

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના રંગપુર અને વડેરા મુકામે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ સંપન્ન

અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

રંગપુર મુકામે સીસીરોડ-સુવિધાપથનું નિર્માણ થતા ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બની છે. કુલ રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે સુવિધાપથ બનાવવામાં આવ્યો છે. પાકો રોડ બનતા ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થયો છે.

વડેરા મુકામે ગ્રામજનો ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિનો સામનો કરતા હતા. અહીં પૂર સંરક્ષણ દિવાલ બની જતા હવે આ સમસ્યા ભૂતકાળ બનશે. કુલ રૂ. ૨૯ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ અને અદાજિત કુલ રૂ. ૩૧.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચેકડેમનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. નવા ચેકડેમમાં કુલ ૧ કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, આસપાસની ૩૦ એકર જમીનને લાભ મળશે.

અમરેલીના રંગપુર અને વડેરા મુકામે વિવિધ વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે  જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, જીલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી, પંચાયત સભ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts