અમરેલી

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરાપુર મુકામે અમરેલી-કુંકાવાવ-વડિયા રોડ વાઈડનિંગના વિકાસકામનું ખાતમુહૂર્ત સંપન્ન

અમરેલીના અમરાપુર મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી-કુંકાવાવ-વડિયા રોડ વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનીંગના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. અંદાજિત કુલ રૂ. ૫૦ કરોડથી વધુની રકમના ખર્ચે રોડ વાઈડનિંગની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રોડ વાઈડનિંગ થયે આ રોડ પરથી પસાર થતા વાહનો માટે પરિવહન સગવડતામાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી-કુંકાવાવ-વડીયા હયાત રોડની પહોળાઈમાં વધારો થશે, જરૂરીયાત મુજબ નવા સ્ટ્રક્ચર, સી.સી રોડ અને રોડ સેફ્ટી લગત કામગીરી પણ કરવામાં આવશે. 

સમગ્ર અમરેલી જિલ્લામાં રોડ-રસ્તા, પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડિંગ સહિતના વિકાસકામોની કામગીરી તેજ ગતિથી આગળ ધપી રહી છે. વિવિધ વિકાસ પ્રકલ્પો થકી જિલ્લાની રોનકમાં વધારો થશે. નાગરિકોને ઉત્તમ સુવિધાઓ મળશે.

અમરાપુર મુકામે રોડ વાઈડનિંગના વિકાસકામના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts