ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજરોજ અમરેલી તાલુકાના ચાંપાથળ મુકામે મેજરબ્રીજની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત કાર્યરત માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજે કુલ રૂ. ૯.૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ચાંપાથળ થી સાવરકુંડલાને જોડતા હયાત બેઠા પુલની જગ્યાએ નવો મેજરબ્રીજ મંજૂર થતા કનેક્ટિવીટીમાં વધારો થશે. ઉપરાંત નાગરિકો, વાહન ચાલકોને અવરજવર માટે વધુ સુગમતા રહેશે.
અમરેલી તાલુકાના ચાંપાથળ મુકામે મેજરબ્રીજની કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, ચાંપાથળ ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





















Recent Comments