ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના સાજિયાવદર મુકામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. કોમ્યુનિટી હોલ ગામના આંબેડકર આવાસ વિસ્તારમાં તૈયાર થતા ગ્રામજનોને કાર્યક્રમોના આયોજન માટે એક સ્થળ મળી રહેશે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ સ્થાનિકોના પ્રશ્નો સાંભળી અને સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું. સાજિયાવદર ગામમાં ગ્રામજનો દ્વારા લોકભાગીદારીથી વિવિધ પ્રકારની ૨૦ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુવિધાઓમાં ગામના પાદરમાં પેસેન્જર માટે અલાયદું બસ સ્ટેશન, સી.સી.ટી.વી કેમેરા, સેલ્ફી પોઇન્ટ, આર.ઓ.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી અનેક સુવિધાઓ ગામના સંપન્ન દાતાઓની મદદથી ઊભી કરવામાં આવી છે. રાજ્યમંત્રીશ્રીએ ગામના પાદરે કોમન મેનની જેમ વિસામો લઈ ગ્રામજનોએ સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયા,અગ્રણીશ્રી શંભુભાઈ મહિડા, સરપંચશ્રી હરેશભાઈ ધાધલ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા



















Recent Comments