અમરેલી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોનાં સરપંચો- અગ્રણીઓ પાસેથી પાક નુકસાની અંગે રજૂઆતો મેળવી

ઓક્ટોબર૨૦૨૫ (મંગળવાર) – રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે રાજુલા એ.પી.એમ.સી ખાતે જાફરાબાદ અને રાજુલા તાલુકાના ગામડાઓના સરપંચશ્રીઓ, ખેડૂતો, અગ્રણીશ્રીઓ સહિતના લોકો સાથે મુલાકાત કરી, તેમની પાસેથી કમોસમી વરસાદના પગલે ખેતી પાકો સહિતની નુકસાની અંગે રજૂઆતો મેળવી હતી.

રાજ્યમંત્રીશ્રીને જાફરાબાદ,રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ કમોસમી વરસાદથી નુકસાની સંદર્ભે વિગતવાર જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ખેડૂતોના ખેતરે જઈ, કમોસમી વરસાદથી ખેતી પાકોના નુકસાનીનો તાગ મેળવ્યા બાદ રાજુલા એ.પી

એમ.સી ખાતે આ મુલાકાત યોજાઈ હતી.

આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વશ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનક તળાવીયા, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, રાજુલા એ.પી.એમ.સીના હોદ્દેદારો સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts