રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાવરકુંડલા તાલુકાના જાબાળ, ઘનશ્યામનગર સહિતના ગામોની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ ખેડૂતોના ખેતરોમાં જઈને મગફળી-કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતોબંધુઓ સાથે સંવાદ સાધીને પાક નુકસાનીની વિગતો પણ મેળવી હતી.
રાજ્યમંત્રીશ્રીએ કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ માટે તાત્કાલિક પાક નુકસાનીના સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


















Recent Comments