ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે આજરોજ અમરેલી શહેર સ્થિત સરકારી વસાહત-સુખનિવાસ કોલોની ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના વિકાસકામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સરકારી વસાહત-સુખનિવાસ કોલોની સ્થિત નંદઘર-આંગણવાડીની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીશ્રીએ નાના નાના ભૂલકાઓને મળીને સ્નેહ વરસાવ્યો હતો. રાજ્યમંત્રીશ્રીએ અહીં મધ્યાહન ભોજન વ્યવસ્થા પણ નિહાળી હતી. તેમણે ઢોકળા, પૌંહા અને ચણાનો સ્વાદ પણ માણ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ આંગણવાડી મુલાકાત વેળાએ જણાવ્યું કે, રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આંગણવાડીઓ ખાતે નાના નાના ભૂલકાઓને પાયાની શિક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. સાથે મધ્યાન ભોજનની વ્યવસ્થા થકી બાળકોના પોષણનો પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.


















Recent Comments