નવરાત્રિના નવલા નોરતાની સમગ્ર ભાવનગર પંથકમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે પશુપાલન અને
મત્સ્યોદ્યોગ રાજય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ગઈ સાંજે નવરાત્રિ મહોત્સવના ચતુર્થ નવલાં નોરતે ભાવનગર
ગ્રામ્ય વિધાનસભા મતક્ષેત્ર વિસ્તારના મામસા, નેસવડ, વાળુકડ, મોટા ખોખરા ખાતેના નવરાત્રિ મહોત્સવમાં
સહભાગી થયા હતા.
મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ નવરાત્રિના પાવન અવસરે આદ્યશક્તિ મા અંબા ના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં
હતા તેમજ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને સલામતિ તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને
ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતાં રહે તેવી પ્રાર્થના કરી હતી.
આ વેળાએ મંત્રીશ્રીએ મામસા, નેસવડ, વાળુકડ, મોટા ખોખરા ગામના ગ્રામજનો સાથે બેઠક કરી હતી અને તેમના
સુખ દુઃખમાં તેમની સાથે હોવાની તેમણે ખાતરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતક્ષેત્રના વિસ્તારોની
મુલાકાત લેતાં લોકોમાં ઉમંગ અને આનંદની લાગણી છવાઇ હતી.
આ અવસરે શ્રી દિવ્યેશભાઈ સોલંકી, શ્રી આણંદભાઈ ડાભી, શ્રી નારસંગભાઈ ભંડારી, શ્રી વિનુભાઈ મકવાણા, શ્રી
અરવિંદભાઈ ડાભી, શ્રી ધમભા ગોહિલ, શ્રી અશોકભાઈ કુવાડીયા, શ્રી નરેન્દ્રભાઇ ચાવડા, શ્રી કરણસિંહ સરવૈયા, શ્રી
કિશોરભાઈ ચૌહાણ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરના મામસા, નેસવડ, વાળુકડ, મોટા ખોખરા ખાતેના નવરાત્રિમહોત્સવનાં ચતુર્થ નોરતે રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા



















Recent Comments