ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ‘સહકારથી
સમૃદ્ધિ’ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સહકારી બેંકો અને મંડળીઓએ લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી
લોકોને સલામત અને ટેકનોલોજીયુક્ત બેન્કીંગ સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ છે ત્યારે વધુમાં વધુ નાગરિકો સહકારી બેન્કો સાથે જોડાય અને કો-
ઓપરેટીવ મોડલને વધુ સફળ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ-આગેવાનોને તેમણે અનુરોધ કર્યો હતો.
પશુપાલકો અને ખેડૂતોને આ અંગેની જાણકારી મળી રહે તે માટે તાલુકાકક્ષાએ બેઠકો કરવા જરૂરી સુચનો સાથે મંત્રીશ્રીએ માર્ગદર્શન પુરૂ પાડ્યું
હતું.
સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ધી ભાવનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., શ્રી
બોટાદ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. અને શ્રી અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ
લી.ની પેક્સ સભાસદોની સંખ્યા વધારવા, ખાતુ ધરાવતા હોય પણ ધિરાણ ન લેતા હોય તેવા પેક્સ સભાસદોની સંખ્યા વધારવા, પેક્સ
કોમ્પ્યુટરાઈઝેશન અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બેંક મિત્ર તેમજ માઈક્રો એટીએમ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી લક્ષ્યાંક સિધ્ધ
કરવા માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લામાં અમલી પાયલોટ પ્રોજેક્ટ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓના અનુભવોની ચર્ચા કરી
હતી
બેઠક બાદ મંત્રીશ્રીએ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવેલાં પ્રશ્નોની ચર્ચા કરી
તે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
બેઠકમાં સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની
ઝીણવટપૂર્વકની સમીક્ષા કરી, લક્ષ્યાંકોને નિયત સમયમાં પૂર્ણ કરવાં સુચના આપી હતી.
આ બેઠકમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના સહકારી મંડળીના રજીસ્ટ્રારશ્રીઓ તેમજ જિલ્લા તથા તાલુકાની સહકારી
મંડળીઓ, સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વધુ નાગરિકો સહકારી બેન્કો સાથે જોડાય અને કો-ઓપરેટીવ મોડલને વધુ સફળ બનાવે તે દિશામાંકામ કરવા મંત્રીશ્રીનો અનુરોધ

Recent Comments