સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ડીવાયએસપી શ્રી ગોરડિયા મેમના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રીમતી એ. કે. ઘેલાણી હાઈ સ્કૂલમાં આજરોજ મિશન સ્માઈલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાર્થીઓ માટે જરૂરી માર્ગદર્શન ડીવાયએસપી ગોરડિયા મેમ દ્વારા આપવામાં આવેલ. ખુબ સુંદર અને જરૂરી માહિતી તમામ વિદ્યાર્થીઓએ મેળવી હતી સાથે વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો પણ મેમ દ્વારા આપવામાં આવેલા. આ કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સી. એચ.કુગસિયા સાહેબ તથા ટાઉન પોલીસ સ્ટેશન ના મિત્રો હાજર રહ્યા હતા.
.. આજના આ કાર્યક્રમમાં પધારેલ અતિથિઓનું સ્વાગત ઘેલાણી હાઈ સ્કૂલના આચાર્ય શ્રી પંડ્યા સાહેબના માર્ગદર્શન મુજબ ઘેલાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત સંસ્થાના ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ,ઘેલાણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી દીપેશભાઈ પંડ્યા, શ્રી મીન્ટુ સર દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીન્ટૂ સર તેમજ આભાર વિધિ શ્રી વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવેલ


















Recent Comments