પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોટ્રેઇટ ખુલ્લું મૂકતા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા
કલાનગરી પોરબંદર મા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ૧૭ મી જાન્યુઆરીના રોજ લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ ૮ આર્ટિસ્ટ સર્વશ્રી અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર
૪૫ જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય વરદહસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા આવ્યું.આ પ્રદર્શનમાં ડો.ચેતનાબેન તિવારી પૂર્વ પ્રમુખ પોરબંદર છાયા નગરપાલિકા, શ્રી કમલ એન.પાઉ સી.ઈ.ઓ. શ્રી ગજાનન એકેડમી પ્રાઇવેટ લિમિટેડ તથા ડો.સનતભાઈ જોશી અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા,ઇતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ,
સુપ્રસિદ્ધ તબીબ ડો.સુરેશ ગાંધી સાહેબ તથા શહેરના મહાનુભવો તથા કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકારશ્રી બલરાજ ભાઈ પાડલીયા, કમલ ગોસ્વામી,શૈલેષ પરમાર,ધારા જોશી, કરશનભાઈ ઓડોદરા,સમીર ઓડેદરા તથા ભાવિક જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવેલ.આ પ્રસંગે સૌ ચિત્રકરોને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ જે પ્રજાપતિ ડેપ્યુટી કમિશનર શ્રી મનન એ. ચતુર્વેદી તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાએ શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમનું સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન જયેશ મિસ્ત્રી-અમદાવાદ એ કરેલ. આ પ્રદર્શન તારીખ ૧૮ તથા ૧૯ જાન્યુઆરી બપોરે ૪-૦૦ થી ૮-૩૦ દરમિયાન ખૂલ્લું રહેશે.તેમ બલરાજ પાડલિયા પ્રમુખ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર ની યાદી માં જણાવ્યું હતું
Recent Comments