ભાવનગર

ભાવનગરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના એક બાજુના ભાગને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

આજરોજ ભાવનગરના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, મેયરશ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં રૂ.૧૧૫.૫૯ કરોડના ખર્ચે નવ નિર્માણ થનાર પ્રથમ તબક્કામાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો એક બાજુનો ભાગ પૂર્ણ થતાં બ્રિજને ખુલ્લો મુક્યો હતો.ભાવનગરના પ્રથમ ફ્લાય ઓવર બ્રિજને ખુલ્લો મુકતાં ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશની સાથે ગુજરાતે અનેકવિધ ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ભાવનગર જિલ્લાએ વિવિધ ક્ષેત્રોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે એમ જણાવી તેમણે આ બ્રિજ થકી લોકોની જન સુખાકારીમાં વધારો થવાની સાથે નાગરિકોને સરળ અને ટ્રાફિકરહિત આવાગમનનો લાભ મળશે.અને તેમના કિંમતી સમય અને ઇંધણની બચત થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બ્રિજનું જે કામ અધુરું છે તેને આગામી સમયમાં અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે અને ભાવનગર  પરિવહન ક્ષેત્રે વધુ સુદ્રઢ બનશે તેમ જણાવ્યું  હતું.વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સહિતના જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ભાવનગર શહેરીજનો ઉપસ્થિત ‌રહ્યા હતાં.

Related Posts