અમરેલી

ધારી તાલુકાના વિકાસને એક નવો વેગ આપવા આર એન્ડ બી સ્ટેટની નવી ઓફિસ ખાતમુહૂર્ત ધારાસભ્ય કાકડીયા

ધારી તાલુકાના વિકાસને એક નવો વેગ આપવા માટે ધારાસભ્ય જે.વી.કાકડીયા સાહેબના પ્રયાસોથી આર એન્ડ બી સ્ટેટની નવી ઓફિસ *રૂ. ૩(ત્રણ) કરોડ* ના ખર્ચે મંજુર કરવામાં આવેલ હોય જેનું ખાતમુહૂર્ત *ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા તેમજ દાન મહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુ* ના વરદ્ હસ્તે કરવામાં આવેલ હતું.
    આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બિચ્છુભાઈ વાળા, તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ તેરૈયા, તાલુકા પંચાયત સદસ્ય નિર્મળાબેન લુણગાતર, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા, કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ ડાભી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સવજીભાઈ મૈયત્રા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ગોબરભાઈ નકુમ, યુવા ભાજપ પ્રમુખ ચિંતનભાઈ રંગપરીયા, જીગ્નેશભાઈ હિરાણી, વિજયભાઈ સાવલીયા, મુનાભાઈ રામાણી, યુવા ભાજપ પ્રમુખ ચિંતનભાઈ રંગપરિયા, યુવા ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ દવે, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઉમેશભાઈ ધાધલ, ચલાલા શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ માળવિયા, ઇલુભાઈ  બ્લોચ, સગરભાઈ દેત્રોજા, નાવેદભાઈ, હનીફભાઈ તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો હાજર રહ્યા હતાં.

Related Posts