સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના માર્ગ
સુવિધાઓને મજબૂત બનાવવા માટે કુલ રૂપિયા ૩.૫૫ કરોડના વિવિધ વિકાસકાર્યોને સેધાંતિક
મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી તા. ૨૪-૦૩-૨૦૨૬ના રોજ આપવામાં આવી હોવાનું
સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું છે.
આ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના રામગઢ–જાબાળ રોડ પર વેન્ટેડ કોઝવે, પ્રોટેક્શન વોલ અને
એપ્રોચ રોડ માટે રૂપિયા ૧.૨૫ કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત નવાગામ–જાંબુડા
રોડ પર રૂપિયા ૮૦ લાખના ખર્ચે વેન્ટેડ કોઝવે બનાવાશે. તેમજ પીયાવા–ખાલપર રોડ ઉપર
માઈનોર બ્રિજ, એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ માટે રૂપિયા ૧.૫૦ કરોડનું કામ મંજૂર થયું છે.
આ વિકાસકાર્યો પૂર્ણ થતા સાવરકુંડલા તાલુકાના રામગઢ, જાબાળ, નવાગામ અને જાંબુડા
ગામોમાં આવનજાવન અને સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને ચોમાસાની ઋતુ
દરમિયાન પાણીના પ્રવાહને કારણે થતા અવરોધો દૂર થશે અને સ્થાનિક લોકોને સરળ અને
સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. સાથે જ પીયાવા–ખાલપર માર્ગ ઉપરના કામોથી
સાવરકુંડલા, લીલીયા અને ગારિયાધાર તાલુકાના લોકોને વરસાદી મોસમમાં મોટો લાભ મળશે.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ
સુવિધાઓને પ્રાથમિકતા આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નોન-પ્લાન રસ્તાઓ પર પણ વિશેષ
મંજૂરી આપવામાં આવી રહી છે, જેથી ખેડૂતો અને ગ્રામ્યજનોએ ચોમાસા દરમિયાન અવરજવર
માટે મુશ્કેલી ન પડે.
તેમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય
સરકારના સકારાત્મક અભિગમને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે.














Recent Comments