અમરેલી

કુંકાવાવ વિશ્રામગૃહ નવીનીકરણ માટે બે કરોડ રૂપિયા મંજૂર કરાવતા ધારાસભ્ય કૌશિક વેકરિયા

*સીડીપી – ત્રણ યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના કુકાવાવ ખાતે આવેલ આરામગૃહના નવીનીકરણ માટે વર્ષ ૨૦૨૫-૨૬ની નવી બાબત તરીકે રાજ્ય સરકારની વહીવટી મંજૂરી મળી.

તાલુકા પંચાયતના માળખાને સંગીન બનાવવા માટે તાલુકા પંચાયત કુંકાવાવ ખાતે આવેલ અને વર્ષો પહેલા નિર્માણ પામેલ વિશ્રામગૃહનું નવીનીકરણ કરવા માટે અમરેલી કુંકાવાવના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ. જે સંદર્ભે પંચાયત વિભાગ દ્વારા તા .17. 9. 25 ના રોજ આ કામને વહીવટી મંજૂરી આપતા હુકમો કરેલ છે. આ હુકમ મુજબ સીડીપી યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના કુકાવાવ આરામગૃહનું નવીનીકરણનું કામ ₹2 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે.જેથી આગામી દિવસોમાં આ વિશ્રામમગૃહના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે.

Related Posts