પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ પ્રતીક ભૂખ હડતાળ પર ઉતર્યા
ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ધારાસભ્ય ઉતર્યા ભૂખ હડતાળ પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રતીક ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ધારાસભ્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભૂખ ઙડતાળ પર ઉતર્યા છે. ધારાસભ્ય સાથે દ્ગજીેંૈં અને કોંગ્રેસ આગેવાનો પણ હડતાળ પર બેઠા છે. ધારાસભ્ય સહિતના લોકો યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે સુત્રોચ્ચારો સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જેમાં તેમણે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે જવાબદાર સામે ફરિયાદ કરવાની માંગણી કરી રહ્યા છે. તે સિવાય જુદા જુદા પાંચ જેટલા મુદ્દાઓને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજીતરફ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં રોજીંદા કામ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂખ હડતાળ પર ઉતરેલા ધારાસભ્ય સહિતના લોકોએ યુનિ.માં વધતા ભ્રષ્ટાચાર મામલે વિરોધ નોંધાવ્યો છે.આ ભૂખ હડતાળમાં ધારાસભ્ય સાથે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય પણ જાેડાયા છે. સાથે સાથે જિલ્લા કોંગ્રેસ અને દ્ગજીેંૈં પણ વિરોધમાં જાેડાયા છે. જેને પગલે ૐદ્ગય્ેં યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Recent Comments