અમરેલી

સાવરકુંડલા શહેર નો નવો  ડી.પી.મંજૂર  કરાવતા ધારાસભ્ય મહેશ કસવાલા

સાવરકુંડલા  શહેર મા 1973 માં પહેલો ડી.પી.  રાજ્ય  સરકારે  મંજૂર  કર્યા  બાદ  આજદિન  સુધી  ડી.પી. મંજૂર હતો  તે  જુનો  ચાલતો  જે  સાવરકુંડલા  શહેર  વિકાસશીલ  બનવા માટે  અવરોધ  હતો ઔદ્યોગિક ઝોન, વાણિજ્ય ઝોન, રહેણાંક ઝોન અને સાવરકુંડલા શહેરના ફરતે ગ્રીન ઝોન જતો. સાવરકુંડલા શહેર જ્યારથી 2018 હદ વધી ત્યારથી  નવા ડી.પી. હદ ની પણ જરૂર હતી. તેનું કામ શહેર નગરપાલિકામાં ભાજપ બોર્ડ આવ્યું ત્યારે 2020 માં પ્રમુખ એ આ દરખાસ્ત કરી એજન્સીની નિમણૂક કરી. પરંતુ છેલ્લા ચાર વર્ષથી ફક્ત મુદત જ મળતી હતી આ વાત ધારાસભ્ય મહેશભાઈ અને વેપારી એસોસિયન તથા તથા સામાન્ય પ્રજા દ્વારા રજૂઆત કરવામાં આવી આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય તે માટે માનનીય ધારાસભ્ય એ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી અને કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ટાઉન પ્લાન ચેરમેન કિશોરભાઈ બુહા સાથે બેઠક કરી ટી પી કમિટી રચના થયા બાદ રાજ્ય સરકારે આપેલ કવેરી દૂર કરાવી અને પ્રકરણ ફરીથી રાજ્ય સરકારમાં મોકલ્યું  એટલું જ નહીં પરંતુ  અવારનવાર માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને  રજૂઆત કરી અંતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ડી.પી. ગુજરાત સરકાર દ્વારા નોટિફિકેશન તા. 22/11/24  મંજૂર કરાવ્યું અને બે માસ બાદ શહેર ની સમસ્યા 2 માસમાં દૂર થશે. ત્યારબાદ  લે આઉટ મંજુર થશે. છેલ્લા ચાર વર્ષ બાદ નિરાકરણ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મહેશભાઈ  કસવાલા નો સાવરકુંડલા શહેરની જનતા દ્વારા આભાર માનવામાં આવ્યો.

Related Posts