કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતાં ધારાસભ્ય મહેશ કસવાલા
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ મા કેન્દ્ર સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ દ્વારા રજૂ કરેલા વિકાસલક્ષી બજેટને આવકારતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે આ બજેટ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસને ચરિતાર્થ કરે છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારમણને આ સફળ બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી કસવાલાએ બજેટની કેટલીક મહત્વની જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેશે. આનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.અને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ આગામી 4 વર્ષમાં તુવેર, અડદ, મસૂર ખરીદશે. બિહારમાં પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન સુધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. મહિલાઓ એસ.ટી. એસ.સી અને પછાત વર્ગો માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે.
આરોગ્ય ક્ષેત્રે કેન્સર અને દુર્લભ બીમારી માટે ટેક્સમાં રાહત આપવામાં આવી છે.,ત્રણ વર્ષ માટે તમામ જિલ્લામાં હોસ્પિટલ મા ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવાની સુવિધા પૂરી પાડશે, મેડીકલ કોલેજમાં 75000 નવી મેડીકલ બેઠક સર્જન કરશે.મધ્યમ વર્ગને પણ બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે અને 12.75 લાખ સુધીની આવક પર શૂન્ય આવક વેરો લાગશે.ઉડાન યોજાના હેઠળ 120 નવા સ્થળો અવારી લેશે, દેશના ટોપ 50 પર્યટન સ્થળોને રાજય સરકારની સહભાગીતા સાથે વિકસાવાશે. શ્રી કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ બજેટથી ગુજરાતમાં શહેરી વિકાસ, સ્ટાર્ટઅપ, એમએસએમઈ, ટુરિઝમ અને શિપિંગ જેવા ક્ષેત્રોને ફાયદો થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બજેટ દેશના વિકાસને નવી દિશા આપશે.
Recent Comments