અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગામોમાં ૧૨.૭૨ કરોડના કામોનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

સાવરકુંડલા લીલીયા મત વિસ્તારના ધારસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે સાવરકુંડલા તાલુકાના
ગામોમાં ૧૨.૭૨ કરોડના વિકાસના કામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં વીજપડી
ગામે ૬૬૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સી.એચ.સી (કમ્યુનિટી હેલ્થ સેન્ટર)
નિર્માણ થનાર છે, જેનાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્ય સુવિધાઓ નજીકમાં
મળશે.જાંબુડા -હાડીડા રસ્તાનું (સી.સી કામ,નાળાનું તેમજ ડામરનું કામ ) ૧.૨૨ કરોડના ખર્ચે બનેલ
રોડનું જાંબુડા ગામેથી લોકાર્પણ કરવામાં આવ્યું, હાડીડા-દાધિયા રિસરફેસિંગ રોડ ૭૦ લાખ
બનશે,હાડીડા ગામે નવી ગ્રામ સચીવાલય ૧૭.૯૦ લાખના ખર્ચે બનશે,મધ્યાન ભોજન શેડ ૨.૫૦
લાખ, તેમજ કોમ્યુનીટી હોલ ૫ લાખ લોકાર્પણ કરવામાં આવ્યું કુલ ૯૫.૪૦ લાખ ના કામો ખાતમૂહર્ત
તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું,દાધીયા-વણોટ (બ્રીજ અને રસ્તાના રીસ્ફેસિંગ ) ૧.૫૦ કરોડ બનશે
જેનું દાધિયા ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ઘાંડલા -વણોટ રોડ (રીસ્ફેસિંગનું) ખાતમુહૂર્ત ૧.૪૦
કરોડ,તેમજ વણોટ -ચીખલી રોડ (રિસરફેસિંગ) ૧.૦૫ કરોડના ખર્ચે બનેલ જેનું લોકાર્પણ વણોટ
ગામેથી કરવામાં આવ્યું…
આ વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ,જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,તાલુકા સંગઠન
હોદ્દેદારશ્રીઓ,સહકારી આગેવાનશ્રીઓ,ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ,ગ્રામઆગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા…

Related Posts