અમરેલી

ગુજરાત/સૌરાષ્ટ્ર વિસ્તારમા પડેલ કમોસમી વરસાદ ના લીધે ખેડૂતોને થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવી સહાય મંજૂર થાય તે માટે માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માન. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરતા   ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ માન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે ,ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને અમરેલી જીલ્લામાં તાજેતરમાં ભારેથી અતિભારે કમોસમી (માવઠા) ના વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક જેવા કે મગફળી,કપાસ,ડુંગળી,કઠોળ વગેરેના પાકો સદંતર નાશ પામેલ છે.જેના કારણે ખેડૂતોને ગંભીર નુકસાન થયેલ છે.હાલ પણ કમોસમી વરસાદ ચાલુમાં છે. જે ખુબજ ચિંતાજનક બાબત ગણાય અને જેના કારણે ખુબજ મોટા પ્રમાણમાં ગંભીર અસર જોવા મળેલ છે.

આ કમોસમી વરસાદના કારણે ચોમાસાની સીઝનમાં તૈયાર થયેલ પાક ખેડૂતોના ખેતરમાં પડેલ હતો અને ખેડૂતો તે પાકને લણવાની કામગીરી ચાલુમાં હોય તે દરમ્યાન અચાનક આ ભારેથી અતિભારે કમોસમી (માવઠા) ૧૦ થી વધુ ઇંચ સુધી વરસાદ પડ્યાના સમાચાર મળેલ છે. આ વરસાદના કારણે વરસાદના કારણે ખેતીના પાક સંપૂર્ણ નાશ પામેલ છે.જેના કારણે ખેડૂતોને આંકી ન શકાય તેટલુ ગંભીર આર્થીક રીતે નુકસાન થયેલ છે જે ચિંતાજનક બાબત છે.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન ખેડૂતોને સહન ન કરવુ પડે તે માટે વરસાદ રોકાયા બાદ તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય મદદરૂપ થવુ ખુબજ આવશ્યક જણાય છે. તો આ બાબતે જરૂરી સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાનના વળતર ચૂકવુ પણ જરૂરી જણાય છે. તે બાબતે ગુજરાત તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને  સાવરકુંડલા/લીલીયા સહીત અમરેલી જીલ્લા અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મદદરૂપ થવા નિયમોનુસારની કાર્યવાહી કરાવવા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને અમરેલી જિલ્લા વહીવટી તંત્રને વિનંતી સહ રજૂઆત કરવામાં આવી

Related Posts