અમરેલી

શેલ દેદુમલ ડેમ , સૂરજવડી ડેમ , સુકનેરા ડેમ અને ભેંસાણ ડેમ માં નવા નીર ના વધામણા કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા-લીલિયા વિધાનસભા મંડળના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તા.30 જુલાઈ, 2025ના રોજ પોતાના મતવિસ્તારના શેલદેદુમલ, સૂરજવડી, સુકનેરા અને ભેસાન ડેમ સાઇટ ચાલતા વિકાસકામોનુ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ગામડાઓમાં પાણીના સંગ્રહ વધારવા અને વહીવટ સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં રાખી ડેમનાં કામોની પ્રગતિ પર તેમણે વાસ્તવિક સમીક્ષા કરી.

વિશેષ રૂપે, શેલ દેદુમલ સૂરજવાડી ની મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ જળસંચય, પાણી વિતરણ અને સિંચાઈ અને રિચાર્જ ની સ્થિતિ ની જાણકારી મેળવી હતી અને તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાને લઈ તંત્રને યોગ્ય સૂચનાઓ આપી હતી.સૂરજવડી અને શેલ દેદુમલ ડેમ કેચમેન્ટ ના  ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગ્રામ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પણ તેમણે પ્રયાસ કર્યો હતો.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે ચાલી રહેલા કામોની પ્રગતિને સમજવી અને ભવિષ્ય માં યોજના માં સિલિસલ્ટિંગ માટે જમીનસ્તરથી માહિતી એકત્ર કરવી હતો. ધારા સભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “જમીન સુધી જઇને લોકોને સાંભળવું અને તેમને અનુભવાવો કે સૂચનો ના આધારે કામ કરવું માટે એ મારું ધ્યેય છે.”

આ મુલાકાતમાં સરકારી અધિકારીઓ, સ્થાનિક પંચાયતી પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોમાં મુલાકાત પછી સંતોષની લાગણી જોવા મળી હતી અને તેમણે ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે .

Related Posts