અમરેલી

“જો દિખતા હું વહી લીખને કા આદિ હું કયું કે મેરે શહેર ના સબસે બડા ફસાદી હું” શીઘ્ર જવાબી પત્રકાર જગદીશ મહેતા નું ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ શાલ થી સન્માન કર્યું

રાજકોટ થી પ્રસિદ્ધ લોકપ્રિય દૈનિક હેડલાઈન્સ ના ગ્રુપ એડિટર જગદીશ મહેતા ના પત્રકરત્વ થી પ્રભાવિત વડોદરા સ્થિત ક્રાંરીકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ખાસ પત્રકાર જગદીશ મહેતા ને સત્કારવા રાજકોટ પધાર્યા સત્ય ના પ્રહરી સાચું કહેવા માં સેજેય સંકોચ કર્યા વગર બેધક ટીવી ડિબેટ માં લોકશાહી નો આરવ બનતા જગદીશ મહેતા ને શાલ થી સન્માન કરતા સ્વામીની એ કહ્યુ આ શાલ નહિ આપની ઢાલ છે ગુજરાતી કહેવતો માર્મિક ટકોર સાથે શીઘ્રજવાબી પત્રકાર જગદીશ મહેતા એટલે ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ અખબારી જ્યોતિધર ને ખૂબ શુભેચ્છા આપતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી તેમજ સત્ય ની શોધ દૈનિક વડોદરા ના તંત્રી નિલેશ પાઠક દામનગર ના જાણીતા કટાર લેખક પત્રકાર નટવર ભાતિયા એ જગદીશ મહેતા ની મુલાકાત લીધી વર્ષો જૂની સ્મૃતિ ઓ વાગોળી હતી

રાજકોટ એટલે સમગ્ર સૌરાષ્ટ્ર ભર ના અખબારો નું ઘર ગણી શકાય ત્યાગ તિતિક્ષા ના બાગ સમાં જગદીશ મહેતા ના જીવન માં ક્યારેય આગ ન લાગી એ તેમના સ્વભાવ નો પ્રભાવ છે લોભ લાલચ કે પ્રલોભન વગર એક કુશળ કલમ નવેશી એ અનેક પડકારો વચ્ચે નખશીખ પત્રકારવ ને પડવા ન દીધુ પૂર્ણ પવિત્રતા થી નાગરિક ધર્મ ની રક્ષા કરી લોકહદય માં સ્થાન મેળવ્યું છે વિષ્ષાયાતંર થયા કે કર્યા વગર સત્ય સંગત તર્કબદ્ધ હકીકત કહેતા જગદીશ મહેતા ની ડિબેટ લાખો લોકો સાંભળી તેમના પત્રકારત્વ થી સંતોષ વ્યક્ત કરે એજ સાચું પત્રકારત્વ છે “જો દિખતા હું વહી લીખને કા આદિ હું કયું કે મેરે શહેર ના સબસે બડા ફસાદી હું” દિલ ખોલી ને જગદીશ મહેતા એ સ્વામીજી સાથે નિખાલસ વાતો કરતા જણાવ્યું હતું જે હોય તેજ લખવું અને બોલવું પત્રકાર કોઈ નો દુશ્મન થોડો છે જે હોય તે લખે ખૂબ પ્રસન્ન ચિત્તે આશિષ આપતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી જણાવ્યું આપની કલમ ઉઘાડા અંગ માટે વસ્ત્ર બને ભૂખ્યા નું અન્ન બને મજલુમ ગરીબ ગુરબા નો અવાજ બને દરેક જીવાત્મા નું કલ્યાણ કરનારી કુશળ કલમ સાતત્ય લક્ષી ચાલતી રહે તેવા અંતર થી આશિષ પાઠવ્યા હતા

Related Posts