અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પીપરવાડીમાં “સ્વ. જયસુખભાઈ નનુભાઈ નાકરાણી” નવા માર્ગ નુંનામકરણ તથા સાવરકુંડલા–મહુવા માર્ગ પર “RCC ફાટક મુક્ત” સર્વિસ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યુ

સાવરકુંડલા- મહુવા રોડ પર નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રીજની કામગીરી ચાલી રહે છે.ચોમાચામાં નાગરિકોને અવર-જવર દરમિયાન
મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક વૈકલ્પિક માર્ગ રૂપે RCC સર્વિસ રોડ નિર્માણ કરવામાં આવ્યું છે.આ સર્વિસ રોડથી સાવરકુંડલા
મહુવા રોડ ના અવર – જવર કરતા નાના વાહન ચાલકોને મુશ્કેલી માંથી દુર થશે. તેમજ આજ રોજ કર્મઠ સેવાનુંરાગી સ્વ,શ્રી
જયસુખભાઈ નનુંભાઈ નાકરાણી કે જેઓએ શહેર ભાજપ સંગઠન ના મહામંત્રી તેમજ સાવરકુંડલા નગરપાલિકાના સતત ત્રણ ટર્મ
વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર તરીકે જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ, બાંધકામ સમિતિ ચેરમેન તરીકે સેવા આપી હતી.જેમના નામે
નવા બનેલ પીપરવાડી -બાયપાસ રોડ નું ભાજપ ના કર્તવ્ય નિષ્ઠ અડીખમ યોદ્ધા સ્વ.શ્રી જયસુખભાઈ નનુભાઈ નાકરાણી માર્ગનું
નામકરણ કરવામાં આવ્યું.. ભવિષ્યમાં આ રોડ બનાવથી પીપરવાડીના લોકોને બાયપાસ જવા માટે ૨.૦૦ કિમી નું અંતર ઘટશેઅને
સાવરકુંડલા શહેરને બાયપાસને જોડતા ફાટક મુક્ત એક નવા રસ્તાનો વિકલ્પ મળશે.આમ રસ્તાનું નામકરણ અને નવા RCC રોડ નું
લોક્રર્પણ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા ના હસ્તે કરવામાં આવ્યું.

આ તકે શ્રી નનુભાઈ નાકરાણી, પૂજ્ય સ્વામીજીઓ,નગર પાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી,ઉપપ્રમુખ પ્રતિકભાઈ
નાકરાણી,કા.ચેરમેન શ્રી અશોકભાઈ ચોહાણ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુંભાઈ કાછડીયા ,શહેર ભાજપ પ્રમુખશ્રી અનિરુધસિહ
રાઠોડ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરિયા,માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,પટેલ સમાજ ના પ્રમુખ
ઘનશ્યામભાઈ જયાણી, ,નગરપાલિકાના હોદેદારશ્રીઓ,સદસ્યોશ્રીઓ,તાલુકા ભાજપ તેમજ શહેર ભાજપના ના સંગઠન
હોદેદારોશ્રીઓ,પત્રકાર મિત્રો,જયસુખભાઈ નાકરાણી ના મિત્રો ઉપસ્થિત રહ્યા.

Related Posts