સર્વાંગી વિકાસ માટે સીમાચિન્હ કામગીરી
૩૫ વર્ષ ની રાહ જોયા બાદ સાવરકુંડલા શહેરના વિકાસ નકશાને મળી મંજૂરી
સાવરકુંડલા શહેરના વિકાસ નકશા ની મજૂરી આપતા માનનીય મુખ્ય મંત્રીશ્રી નો આભાર
માનતા : શ્રી મહેશ કસવાળા
સાવરકુંડલા શહેરના તમામ નાગરિકોને સ્પર્શતી અને નગરપાલિકા દ્વારા વિકાસના કામો
કરવા માટે પાયારૂપ ગણી શકાય તેવી જેને સામાન્ય શબ્દોમાં સાવરકુંડલા શહેરની
વિકાસ યોજના અથવા તો વિઝન ૨૦૪૧ કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ ગણાશે
નહીં તેવી તેમજ સાવરકુંડલા શહેરના આગામી ૨૫ વર્ષ ના વિકાસને ધ્યાને રાખી તૈયાર
કરવામાં આવેલી સાવરકુંડલા નગરપાલિકાની મુસદ્દા રૂપ દ્વીતીય પુનરાવર્તિત વિકાસ
યોજના સાવરકુંડલા – ૨૦૪૧ને સરકાર શ્રી ની સક્ષમ ઓથોરીટી દ્વારા મંજૂર કરવામાં
આવેલ છે .
આ અંગેની હકીકત એવી છે કે સાવરકુંડલા નગરપાલિકા વિકાસ યોજના છેલ્લે સને
૧૯૮૭ માં મજૂર કરવામાં આવેલ હતી ત્યારબાદ ૩૫ વર્ષ કરતાં વધારે સમય પસાર થયેલ
હોવા છતાં અને નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ મુસદ્દા રૂપ
પ્રસિદ્ધિ મંજૂરીના વાંકે વર્ષોથી અદ્ધરતલ હતી આ બાબત માન ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાળાને ધ્યાન આવતા તેઓશ્રી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલ ત્રિવેદી અને ટીમ
ભાજપ દ્વારા સતત સરકાર શ્રી ની સક્ષમ ઓથોરીટી સપર્ક માં રહી આ દ્વિતીય
પુનરાવર્તિત યોજના મજૂર થાય તે માટે અથાગ મહેનત કરેલ તેઓની મહેનત આખરે રંગ
લાવી છે અને આટલા વર્ષોની લાંબી પ્રતિક્ષા બાદ સાવરકુંડલા નગરપાલિકા મુસદ્દારૂપ
દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના સાવરકુંડલા ૨૦૪૧ ને શહેરી વિકાસ આબે શહેરી ગૃહ
નિર્માણ વિભાગ – ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવે છે આ તકે સાવરકુંડલા શહેરની
સમગ્ર જનતા વતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્ર્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , જાગૃત ધારાસભ્ય
શ્રી મહેશભાઈ કાસવાળા સાહેબ , નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલ ભાઈ ત્રીવેદી ,
નગરપાલિકા તમામ સદસ્યશ્રી ઑ અને ટીમ ભાજપ ના તમામ સભ્યો નો હ્રદય પૂર્વક
આભાર વ્યકત કરેલ છે અને સાવરકુંડલા શહેરના વિકાસ માટે જનતા માં આનંદ ની
લાગણી છવાય ગયેલ છે
Recent Comments